ABOUT JAGVIMAL CONSULTANTS & MANAGEMENT SERVICES (P) LTD.

ગેરમાર્ગેદોરાતા પહેલાં રાખવી જોઈતી કાળજી :

રેન્કિંગ/ગ્રેડીંગસિસ્ટમથી પર ચાઈનાની મેડિકલ યુનિવર્સિટી

વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે યુનિવર્સિટીના નામની સાથે વિવિધ સર્ચએન્જિન મારફતે યુનિવર્સિટીનારેન્કિંગનેસર્ચ કરે છે અને અનઅધિકૃતસ્ત્રોતો જેવા કે સલાહકારો અને શિક્ષણવિદોની વેબસાઇટ્સ પર આપવામાં આવેલા રેન્કિંગના પેજ પર લેન્ડ કરે છે. વિકિપીડિયા અથવા યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા જ અધિકૃત માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે, વિવિધ એવી વેબસાઇટ્સ છે જે તબીબી યુનિવર્સિટીઓનુંરેન્કિંગ અથવા યુનિવર્સિટીઓનુંA+, A, B+, B જેવા ગ્રેડિંગબતાવે છે. વિદેશની શૈક્ષણિક દુનિયા માટે નવા અને મુંઝવણમાં હોય એવા વિદ્યાર્થીઓ માટે કયાં જવું, કોનો સંપર્ક કરવો, કયો શ્રેષ્ઠ વિકલ્પ છે તેમની મૂંઝવણને વધારે છે. આવો કશો જ વિચાર કર્યા વિના, આ માહિતી જૂથમાં ફેલાય છે અને સોશિયલમીડિયા તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

AAEAAQAAAAAAAAZ1AAAAJDQ3ZThhZTVmLTI0NGItNDkxNi05ODM1LTY4ZTEwODVmY2Y2Yw

About Jagvimal Consultants

યુનિવર્સિટી રેન્કિંગ એ વિવિધ પરિમાણોના આધારે નક્કી કરવામાં આવતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગ છે. જે આ અવારનવાર સામયિકો, અખબારો, વેબસાઇટ્સ, સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે અને તેમાંથી દરેકમાં સંસ્થા અથવા યુનિવર્સિટીઓનું રેટિંગ આપવા માટેનું એક અલગ પરિમાણ હોય છે. તેમાંથી મોટા ભાગના વાર્ષિક સર્વે અથવા સમીક્ષાઓ પર આધારિત હોય છે.

કેટલીક સંસ્થાઓને શૈક્ષણિક ગુણવત્તાના આધારે રેન્ક આપવામાં આવે છે જ્યારે અન્ય સંસ્થાઓનેમાળખાકીયસુવિધાઓના આધારે. કોઈ પણ સંસ્થાને જજ કરવાના અન્ય પરિમાણોશૈકણિકપ્રવૃતિ હોઈ શકે, ઉપલબ્ધ કાર્યક્રમોની સંખ્યા, પ્રાપ્ત થતું ભંડોળ, સંશોધન અને શ્રેષ્ઠતા, માન્યતાઓ, વિશેષ પ્રયોગો, વિદ્યાર્થીઓની નોંધણી વગેરે હોય શકે છે.

યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓને સંપૂર્ણ અથવા તેમની પાસેના વિભાગોના આધારે રેન્ક આપી શકાય છે. કેટલાકનું મૂલ્યાંકન દેશભરમાં કરવામાં આવે છે જ્યારે કેટલાકનું મૂલ્યાંકન વિશ્વના આધારે કરવામાં આવે છે. એવી સંસ્થાઓ છે જેમણે આ ક્ષેત્રમાં કુશળતા મેળવી છે પરંતુ અધિકૃત માહિતી એકત્રિત કરવા, પરિણામોબદલતા પહેલા તેનું સમયસર મૂલ્યાંકન કરવા માટે લાંબી અને સતત સંશોધન પ્રક્રિયા જરૂરી હોય છે.

MCI અને વિકિપીડિયા જેવી સૌથી વધુ અધિકૃત વેબસાઇટ્સને તપાસવાને બદલે, વિદ્યાર્થીઓને અન્ય વેબસાઇટ્સ તરફ વાળવામાં આવે છે અને સલાહકારો કે જેમને આ ક્ષેત્રનો વધારે અનુભવ નથી અથવા જેમની પાસે ઓછા વિકલ્પો ઉપલબ્ધ છે તેઓ આ વાતનો લાભ ઉઠાવે છે અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગેદોરે છે. વિદ્યાર્થીને એડમિશન મળતાની સાથે જ તેમનો નફો કમાવવાનો હેતુ સિદ્ધ થઈ જાય છે. જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચે છે ત્યારે જ તેમને આ હકીકતનો ખ્યાલ આવે છે પરંતુ ત્યાં સુધીમાં ખાસો એવો સમય પસાર થઈ ચૂક્યો હોય છે અને જ્યાં છે ત્યાંથી જ આગળ વધવા સિવાય તેઓ પાસે કોઈ વિકલ્પ બચતો નથી.

વિદેશમાં મેડિકલ યુનિવર્સિટીઓ અથવા તેના અભ્યાસક્રમ સંબંધિત કોઈ પણ પ્રકારની શંકા માટે, વિદ્યાર્થીઓએ MCIની વેબસાઇટ (www.mciindia.org) અથવા વિકિપીડિયા પર આપવામાં આવેલા MCI રેકોર્ડ્સ પર જ વિશ્વાસ કરવો જોઈએ. MCI અથવા વિકિપીડિયા અથવા ચીનના MOE, મુજબ યુનિવર્સિટીઓને કોઈ જ રેન્કિંગ / ગ્રેડિંગ / રેટિંગ આપવામાં આવતું નથી. MCI વેબસાઇટ પર સૂચિબદ્ધ તમામ યુનિવર્સિટીઓ, તેનું નામ ગમે તે હોય, તે એક સરકારી યુનિવર્સિટી છે અને ક્લિનિકલ મેડિસિન / MBBSનો અભ્યાસ શીખવે છે અને શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય છે. દિલ્હીનીMCI ઓફિસની મુલાકાત લઈને અથવા MCI હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પણ તેની ચકાસણી કરી શકાય છે.

અમારી ટીમ :

પોસ્ટ બી ફાર્મા, વેદપ્રકાશબેનીવાલ એ એક ઉદ્યોગસાહસિક બનવાની અને વિદ્યાર્થી સમુદાયને વિદેશમાં અભ્યાસ કરવાના તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે આ એડમિશન કન્સલટીંગ કંપનીની સ્થાપના કરી હતી. આ ક્ષેત્રમાં પ્રારંભિક તબક્કામાં, તેમને MBBSના અભ્યાસક્રમો પૂરા પાડતા દેશોની શૈક્ષણિકઊંડાઈ જાણવાની તક મળી, ટોચનીયુનિવર્સિટીઓના કેમ્પસની મુલાકાત લીધી અને વિવિધ શાખાઓનાશિક્ષણવિદો સાથે વાતચીત કરી.

આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને તેમની શક્તિ ઓળખવામાં અને તેમની નબળાઇનેમજબૂતાઈમાંપરિવર્તિત કરવા માટે માર્ગદર્શન અને સલાહ આપે છે. તેમણે ઘણા વિદ્યાર્થીઓનેશૈક્ષણિક, વ્યક્તિગત, વ્યાવસાયિક અને સાંસ્કૃતિક પરિમાણોને ઉજાગર કરવામાં મદદ કરી છે. તેઓ અનેક વિદ્યાર્થીઓને ચીન, રશિયા અને કઝાકિસ્તાનનીટોચનીયુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવામાં સફળ રહ્યા છે. હંમેશા કુશળતા શીખવા અને અપગ્રેડ કરવા માટે આતુર રહેવું, સર્જનાત્મકતા અને વિદ્યાર્થીઓને કારકીર્દિનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાની ઇચ્છાએ જગવિમલકન્સલ્ટન્ટ્સની શોધ કરી.

મળો માનસીને, અમારા સલાહકાર, એપ્લિકેશન અને દસ્તાવેજો નિષ્ણાત. તે લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટીનીઅરજીઓ, વિઝા ફોર્મ ભરવા અને દસ્તાવેજીકરણનીઆવશ્યકતાઓ અંગેની માહિતી અંગે જરૂરી માર્ગદર્શન આપે છે. માનસી એ એક સહાયક હોવાની સાથે નમ્ર વ્યક્તિ છે જે તમારી અરજીની પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ સમયે મુંઝવણ ઊભી થાય ત્યારે તમારા પ્રશ્નોના જવાબ માટે કોઈ પણ સમયે ઉપલબ્ધ હશે. તેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી તે વિદ્યાર્થીઓ સાથે મજબૂત તાલમેલ સાધી શકે છે; તેમની સાથે તેમની અરજી સંબંધિત ચિંતાઓ દૂર કરવામાં તેમની સહાય કરે છે. તે તમને મુંઝવતાં પ્રશ્નો દૂર કરવામાં જરૂરી તમામ માર્ગદર્શન આપશે. અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે MBBS એપ્લિકેશનથી લઈને સામાન્ય એપ્લિકેશન સુધી, તમામ બાબતોથી તે સારી રીતે વાકેફ છે.

આ ક્ષેત્રમાં તેનો અનુભવ તેને અરજી તૈયાર કરવામાં, સમીક્ષા અને સબમિશનમાં વ્યાપક સહાય કરે છે. નિયમિત પરામર્શ દ્વારા તે ખાતરી કરશે કે તમારી અરજીની કોઈ પણ વિગત અધૂરી ન હોય અને યુનિવર્સિટીમાં યોગ્ય રીતે દસ્તાવેજ પહોંચે !

Your Career Path Begins Here

Contact With Us 9772378888